GPSC Exam 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પણ GPSCની પરીક્ષા યથાવત, હસમુખ પટેલે કરી જાહેરાત

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવતીકાલે, એટલે કે 11 મે, રવિવારના રોજ GPSC દ્વારા મદદનીશ પર્યાવરણ ઇજનેર (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ), વર્ગ-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના કુલ 405 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.

Published By:

Updated:

Follow Us:

GPSC Exam 2025 Update: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ગુજરાતની કચ્છ સરહદ પર પણ જોવા મળી રહી છે, જ્યાં પાકિસ્તાની આર્મી દ્વારા ડ્રોનથી હુમલા થયાના અહેવાલો છે. આ સ્થિતિને પગલે સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આવતીકાલે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લખ્યું છે કે, “ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતી કાલની પરીક્ષા તેના નિર્ધારિત સમયપત્રક મુજબ જ યોજાશે.”

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવતીકાલે, એટલે કે 11 મે, રવિવારના રોજ GPSC દ્વારા મદદનીશ પર્યાવરણ ઇજનેર (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ), વર્ગ-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના કુલ 405 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઉમેદવારોની હાજરીમાં જ ઉત્તરવહીઓનું પેકિંગ કરવામાં આવશે અને પેકિંગ પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની બહાર જવા દેવામાં આવશે.