GSEB SSC Result 2025 Declared: ધોરણ 10 (SSC)ના લાખો વિદ્યાર્થીઓનું રીઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો

ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 10નું રીઝલ્ટ ઓનલાઇન કેવી રીતે તપાસવું, કઈ વેબસાઈટ પર ચેક કરવું, વોટ્સએપ અને મેસેજ દ્વારા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું. રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં મેળવો.

Published By:

Updated:

Follow Us:

Gujarat Board GSEB SSC Result 2025 Declared (ધોરણ 10 રીઝલ્ટ): આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC)ના લાખો વિદ્યાર્થીઓનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 10નું રીઝલ્ટ ઓનલાઇન કેવી રીતે તપાસવું, કઈ વેબસાઈટ પર ચેક કરવું, વોટ્સએપ અને મેસેજ દ્વારા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું. રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં મેળવો.

GSEB SSC પરીક્ષા તારીખ 2025 | GSEB SSC 10th Results 2025

ધોરણ 10ની વાર્ષિક બોર્ડ પરીક્ષા 2025 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ, 2025 સુધી યોજાઈ હતી.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમનું GSEB SSC રીઝલ્ટ 2025 ચેક કરવા માટે સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર લોગિન કરી શકે છે. અહીં, વિદ્યાર્થીઓને તેમના બેઠક નંબરની જરૂર પડશે, તેથી બેઠક નંબર સાથે રાખવો. વિદ્યાર્થીઓને વેબસાઈટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. જો કે, યાદ રાખો કે, તે માત્ર કામચલાઉ (provisional) માર્કશીટ હશે. GSEB ધોરણ 10ની મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.

GSEB ધોરણ 10નું રીઝલ્ટ કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર લિંક પર ક્લિક કરો – www.gseb.org
  • “SSC RESULT 2025” લિંક પસંદ કરો.
  • તમારો બેઠક નંબર દાખલ કરો.
  • “Submit” પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
  • ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને સાચવી રાખો.
  • મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.

GSEB SSC 10th Result 2025 via WhatsApp | વોટ્સએપ મારફતે પણ જાણી શકાશે ધોરણ 10નું રીઝલ્ટ

GSEB ધોરણ 10નું રીઝલ્ટ WhatsApp દ્વારા પણ જાણી શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર 6357300971 નંબર પર બેઠક નંબર મેસેજ કરીને તેમનું રીઝલ્ટ મેળવી શકે છે.

GSEB SSC 10th Result 2025 માં ઉલ્લેખિત વિગતો

GSEB ધોરણ 10 રીઝલ્ટમાં નીચેની માહિતી શામેલ હશે:

  • ઉમેદવારનું નામ
  • રોલ નંબર
  • વિષય કોડ્સ
  • દરેક વિષયમાં મેળવેલા ગુણ
  • કુલ મેળવેલા ગુણ
  • ટકાવારી
  • ગ્રેડ

GSEB SSC 10th Result 2025 Revaluation | GSEB ધોરણ 10 પરિણામ 2025 પુનઃમૂલ્યાંકન

જો તમને લાગે છે કે તમારું પરિણામ સાચું નથી કે ગુણફાળવણીમાં ભૂલ થઈ છે, તો તમે પુનઃમૂલ્યાંકન (Revaluation) અથવા ચકાસણી (Verification) માટે અરજી કરી શકો છો. નીચેના પગલાં અનુસરો:

  • GSEBની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાઓ.
  • “પરિણામ” અથવા “પરીક્ષા વિભાગ” વિભાગ શોધો.
  • ધોરણ 10 રીઝલ્ટ 2025 લિંક ક્લિક કરો.
  • ત્યાંથી Revaluation/Verification સંબંધિત માહિતી શોધો.
  • અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો (જેમ કે – નામ, બેઠક નંબર, વિષયો વગેરે).
  • માર્કશીટની નકલ અને અન્ય જરૂરી દસ્તાવેજો જોડો.
  • નિર્ધારિત રકમ મુજબ ફી ભરપાઈ કરો (ફી અને પેમેન્ટ મોડ વેબસાઈટ પર આપવામાં આવશે).
  • અરજી ફોર્મ નિર્ધારિત પદ્ધતિથી સબમિટ કરો – પોસ્ટ, કુરિયર અથવા વ્યક્તિગત રીતે.
  • Revaluation/Verification રીઝલ્ટ માટે નિયમિત રીતે વેબસાઈટ ચકાસો.