Ahmedabad Bomb Threat: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનના નામથી આવ્યો ઈ-મેલ; પોલીસ તપાસ શરૂ

અમદાવાદના મોટેરા ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે.

Published By:

Updated:

Follow Us:

Narendra Modi Stadium Ahmedabad Bomb Threat: અમદાવાદના મોટેરા ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના નામથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ને આ ઈ-મેલ મળ્યો છે, જેમાં સ્ટેડિયમને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

આ ધમકીભર્યો ઈ-મેલ થોડા સમય પહેલાં GCAને મળતાં જ તાત્કાલિક અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી હતી અને સ્ટેડિયમના દરેક ખૂણે ખૂણે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ અંગે માહિતી આપતા એક સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઈ-મેલ ‘Pakistan JK’ નામના ઈમેલ આઈડી પરથી આવ્યો છે અને તેમાં માત્ર એક જ લીટીમાં લખવામાં આવ્યું છે કે, ‘We Will Blast Your Studium’. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મહત્વની મેચો યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને આ ઈ-મેલને સહેજ પણ હળવાશથી લેવામાં આવી રહ્યો નથી અને હાલ તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.