Vadodara Power Outage: મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરના પશ્ચિમ ભાગમાં ચોમાસા પહેલાં વીજ લાઈનો પર જરૂરી જાળવણીનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ કારણોસર, આગામી 8 મે થી 15 મે સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.
MGVCL દ્વારા આ અંગેની જાણકારી તેના વીજ ગ્રાહકોને SMS દ્વારા પણ આપવામાં આવશે. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉનાળાની ગરમીમાં લોકોને ઓછી તકલીફ પડે તે માટે જાળવણીનું કાર્ય વહેલી સવારે કરવામાં આવશે. લાલબાગ વિભાગીય કાર્યાલયના કાર્યકારી ઇજનેરે જણાવ્યું હતું કે, જો સમારકામનું કામ નિર્ધારિત સમય કરતાં પહેલાં પૂર્ણ થઈ જશે, તો કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવશે.
વીજ કાપનું વિગતવાર સમયપત્રક
તરસાલી એસ.ડી. (1)
- તા. 08.05.2025 (ગુરુવાર): નિત્યાનંદ ફીડર – નિત્યાનંદ, મધુવન, વ્રજવિહાર, ઉનાદીપ કોમ્પ્લેક્સ, આનંદવન, મોતીનગર-2, નવી પોલીસલાઇન કરવત, SRPG ગ્રુપ-9, અસવારવાડ, પરમેશ્વર ફ્લેટ વિસ્તાર અને આસપાસનો વિસ્તાર.
- તા. 10.05.2025 (શનિવાર): તરસાલી ગામ ફીડર – ગંગાસાગર, અનુજ ગર્ગ હોસ્પિટલ, ઓમનગર, મોતીનગર, રવિપાર્ક, વિઠ્ઠલપાર્ક, આકાશદીપ, મનોકામના, શંકરપાર્ક, સરસ્વતી, ઉમા નગર, શંકરબાગ, યોગેશ્વર અને આસપાસનો વિસ્તાર.
- તા. 13.05.2025 (મંગળવાર): નોવિનો ફીડર – તરસાલી રીંગ રોડ થી સાકેત રેસીડેન્સી રામનગર સોસાયટી, મણિબા નગર, અયોધ્યા ટાઉનશીપ થી શુભ ડુપ્લેક્સ થી સમૃદ્ધિ કોમ્પ્લેક્સ થી લાલભાઈ પાર્ક થી સરસ્વતી ટાઉનશીપ, સ્વામી રેસીડેન્સી થી વૈકુથધામ 1 અને કલદાનનગર થી 2020 સુધી સત્યમ માટે ટેનામેન્ટ ઓલ ટાવરથી અમ્ર રેસીડેન્સી અને આસપાસનો વિસ્તાર.
GIDC S.D.
- તા. 08.05.2025 (ગુરુવાર): માણેજા ફીડર – માણેજા, મરેઠા ગામ અને પવિત્ર ટાઉનશીપ, આત્મીય કોમ્પ્લેક્સ, અંબિકા નિકેતન, ગુજરાત ટ્રાન્સફોર્મર, ફેગ, ભોલેનાથ સો માઈલ, રાજનગર અને પંચશીલ અને આસપાસનો વિસ્તાર.
માંજલપુર એસ.ડી. નંબર 1
- તા. 14.05.2025 (બુધવાર): તુલસીધામ ફીડર – બાલાજી એપાર્ટમેન્ટ, ગુરુકૃપા સોસાયટી, ત્રિવેણી પાર્ક, કુંજ કોટેજ, રૂતુક્લાસ કોમ્પ્લેક્સ, સ્વામી સૂર્યનારાયણ નગર અને આસપાસનો વિસ્તાર, સરસ્વતી કોમ્પ્લેક્સ સહજાનંદ ફ્લેટ અને તેની આસપાસનો વિસ્તાર, પંચશીલ સ્કૂલ અને તેની આસપાસનો વિસ્તાર, ઈવામલ, સંસ્કારમરી નગર, સ્ટેલામરી સ્કૂલની આસપાસ બેન્કર હોસ્પિટલ, શાંતિકુંજ-2 અને આસપાસનો વિસ્તાર.
વાડી એસ.ડી. નં
- તા. 09.05.2025 (શુક્રવાર): કાન્હા ફીડર – ઓમ વિલા ડુપ્લેક્સ, ચંદન સુએઝ પમ્પિંગ સ્ટેશન, ચંદન કોમ્પ્લેક્સ, ચંદન સોસાયટી, નિજાનંદ બંગ્લોઝ, રોયલ વિલા ડુપ્લેક્સ, મહેશનગર, બાલાજી એસ્ટેટ, નાથદ્વારા વિલા, ઉમિયાદીપ સોસાયટી, અંબિકા ધામ સોસાયટી, સાઈ દર્શન, બીપીએસ મંદિર, ગોલ્ડન દર્શન શાળા ગ્રીન સોસાયટી એસ્સાર પેટ્રોલ પંપ અને તેની આસપાસનો વિસ્તાર.
- તા. 13.05.2025 (મંગળવાર): કપૂરાઈ ફીડર – સોમાતલાવ, અનુર એસ્ટેટ, ન્યુ જકાતનાકા, જલારામનગર, તુલજાનગર, સહજાનંદ બંગલો, શ્રમજીવી, ધનલક્ષ્મી અને રાજનગર સોસાયટી, કપૂરાઈ ચાર રસ્તા, કપૂરાઈ ગામ, શ્રદ્ધા પેટ્રોલ પંપ, સુતાઈ ફાર્મ હાઉસ અને નીતાજ ફાર્મ હાઉસ.
- તા. 15.05.2025 (ગુરુવાર): ગણેશનગર ફીડર – નીલાંબર આંગન, સાથન કોમ્પ્લેક્સ, મહેશનગર, ઉમાનગર, ગોકુલ ટેનામેન્ટ, શ્યામલ નિવાસ, શ્રીજી ટાઉનશીપ અને આસપાસના, યોગી નિવાસ, કેસર હાઇટ્સ, સિલ્વર લીફ, વિસ્ટેરિયા હાઇટ્સ, ક્રિષ્ના એક્સોન્ટિકા અને આસપાસનો વિસ્તાર.
લાલબાગ એસ.ડી. નંબર
- તા. 08.05.2025 (ગુરુવાર): લાલબાગ ફીડર – પેલેસ પ્લાઝાથી મધુવન કોમ્પ્લેક્સથી માંજલપુર નાકાથી સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારો, માંજલપુર ગામથી નર્મદાનગર અને આસપાસના વિસ્તાર.
- તા. 13.05.2025 (મંગળવાર): એસઆરપી ફીડર – પેલેસ પ્લાઝા, જગન્નાથપુરમ, એ. આર. જી. સ્કૂલ, અરિહંત સુપર માર્કેટ, અમરનાથ પુરમ ગરબા ગ્રાઉન્ડ અને આસપાસના તમામ વિસ્તારો, મોના લિસા રેસિડેન્સી, સમનવે સપ્તર્ષિ અને આસપાસના વિસ્તારો.
વડોદરાના આ વિસ્તારોના રહેવાસીઓને સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાની નોંધ લેવી છે.
