GSEB HSC Result 2025 Declared: ગુજરાત બોર્ડ ધોરણ 12નું રીઝલ્ટ જાહેર, સામાન્ય પ્રવાહમાં 93.07% અને વિજ્ઞાન પ્રવાહમાં 83.51% વિદ્યાર્થીઓ થયા પાસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની સાથે ગુજકેટ (GUJCET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

Published By:

Updated:

Follow Us:

GSEB HSC Result 2025

GSEB 12th Result 2025 Declared (ધોરણ 12નું પરિણામ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની સાથે ગુજકેટ (GUJCET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીમાં 1.14 ટકા વધુ છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા રહ્યું છે, જે ગત વર્ષ કરતાં 1.0 ટકા વધુ છે.

ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 12 નું રીઝલ્ટ GSEB વેબસાઈટ અને વોટ્સએપ દ્વારા કેવી રીતે ચેક કરવું. અહીં રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ જાણકારી મેળવો.

GSEB HSC ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2025 તારીખ

ગુજરાત બોર્ડ ફેબ્રુઆરી-માર્ચ 2025 માં HSC પરીક્ષા 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમની HSC પરીક્ષાઓ માટેની મહત્વપૂર્ણ તારીખોનો સંદર્ભ લઈ શકે છે:

ઈવેન્ટતારીખ
GSEB ધોરણ 12 HSC સામાન્ય પ્રવાહની પરીક્ષા27 ફેબ્રુઆરી – 17 માર્ચ, 2025
GSEB ધોરણ 12 HSC વિજ્ઞાન પરીક્ષા27 ફેબ્રુઆરી – 10 માર્ચ, 2025

GSEB HSC 12th Results 2025 Link | રીઝલ્ટ જોવા માટે સત્તાવાર વેબસાઈટ અને વિગતો

ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમનું GSEB HSC રીઝલ્ટ 2025 ચેક કરવા માટે સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર લોગિન કરી શકે છે. અહીં, વિદ્યાર્થીઓને તેમના બેઠક નંબરની જરૂર પડશે, તેથી બેઠક નંબર સાથે રાખવો. વિદ્યાર્થીઓને વેબસાઈટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. જો કે, યાદ રાખો કે, તે માત્ર કામચલાઉ (provisional) માર્કશીટ હશે. GSEB ધોરણ 12ની મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.

GSEB ધોરણ 12 (HSC)નું રીઝલ્ટ કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર લિંક પર ક્લિક કરો – www.gseb.org
  • “HSC RESULT 2025” લિંક પસંદ કરો.
  • તમારો બેઠક નંબર દાખલ કરો.
  • “Submit” પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
  • ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને સાચવી રાખો.
  • મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.

GSEB HSC 12th Result 2025 via WhatsApp | વોટ્સએપ મારફતે પણ જાણી શકાશે ધોરણ 12નું રીઝલ્ટ

GSEB ધોરણ 12 (HSC)નું રીઝલ્ટ WhatsApp દ્વારા પણ જાણી શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર 6357300971 નંબર પર બેઠક નંબર મેસેજ કરીને તેમનું રીઝલ્ટ મેળવી શકે છે.

GSEB HSC 12th Result 2025 માં ઉલ્લેખિત વિગતો

  • ઉમેદવારનું નામ
  • રોલ નંબર
  • વિષય કોડ્સ
  • દરેક વિષયમાં મેળવેલા ગુણ
  • કુલ મેળવેલા ગુણ
  • ટકાવારી
  • ગ્રેડ

GSEB HSC ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2025 હાઇલાઇટ્સ

વિદ્યાર્થીઓ નીચે આપેલા ટેબલનો ઉપયોગ કરીને ગુજરાત બોર્ડ પરીક્ષા 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામધોરણ 12 HSC
પરીક્ષા મોડઓફલાઈન, પેન-અને-કાગળ
પરીક્ષા સ્તરરાજ્ય-સ્તરીય પરીક્ષા
શૈક્ષણિક સત્ર2024-25
GSEB HSC પરીક્ષાની તારીખો27 ફેબ્રુઆરી – 17 માર્ચ, 2025
પરિણામની જાહેરાત સત્તાવાર વેબસાઇટgseb.org
પરિણામનું નામગુજરાત બોર્ડ પરીક્ષાનું પરિણામ 2025
પરિણામ મોડઓનલાઈન અને ઓફલાઈન
પરિણામ ઍક્સેસ પદ્ધતિઓઓનલાઈન પોર્ટલ, વોટ્સએપ
જરૂરી ઓળખપત્રોરોલ નંબર

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi