Gujarat Weather Today: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત! 3 મેથી વાતાવરણમાં પલટો; કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે. આગામી 3 થી 7 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને હળવોથી મધ્યમ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

Published By:

Updated:

Follow Us:

Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે. આગામી 3 થી 7 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને હળવોથી મધ્યમ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જે ગરમીથી આંશિક રાહત અપાવી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. આ વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. જો કે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. 3 થી 7 મે દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ અને થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી:

3 મે, 2025: કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

4 મે, 2025: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

5 મે, 2025: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે.

6 મે, 2025: સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ઉત્તર-મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 મે, 2025: અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi