Ahmedabad Torrent Power News: અમદાવાદ શહેરમાં આગામી 2 અને 3 મેના રોજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. ટોરેન્ટ પાવર દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ પાવર કટ સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યાની વચ્ચે રહેશે.
કયા વિસ્તારોમાં ક્યારે રહેશે પાવર કટ?
મે 2 (શુક્રવાર): બીબી તળાવ (વટવા), વિસત, મોટેરા, ઓઢવ ટર્મિનસ, રાયપુર, ઘાટલોડિયા, શિવરંજની, રામદેવનગર, થલતેજ, હાટકેશ્વર ડેપો, લાંભા વિસ્તારના અમુક ચોક્કસ સ્થળોએ વીજ પુરવઠો બંધ રહેશે.
મે 3 (શનિવાર): ભૈરવનાથથી મીરા સિનેમા રોડ, વાડજ, રીલિફ રોડ પત્થરકુવા, સરદાર પટેલ સ્ટેડિયમ, જીવરાજ પાર્કના અમુક ચોક્કસ સ્થળોએ પાવર કટ થઈ શકે છે.
ટોરેન્ટ પાવરે જણાવ્યું છે કે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ નેટવર્ક મેઇન્ટેનન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહકોને તેમની પ્રવૃત્તિઓનું આયોજન આ મુજબ કરવા વિનંતી કરવામાં આવી છે.
વિગતવાર વિસ્તારની યાદી
2 મે, 2025 (શુક્રવાર)
- BB તળાવ વટવા: નવકાર એગ્રો પ્લાન્ટ-TR, હમજા નગર-TR, બુદ્ધ પાર્ક-TR-1, અમન પ્લાઝા-CSS
- વિસત: રાયચંદનગર-TR
- મોટેરા: સૂર્ય શ્રીજી-ટીઆર-1
- ઓઢવ ટર્મિનસ: મારુતિ એસ્ટેટ-PMT
- રાયપુર: ઝંકાર અપાર્ટ-ટીઆર, રાયપુર-ટીઆર-1
- ઘાટલોડિયા: શાયોના પુષ્પ રેસીડેન્સી-એસ.એસ
- શિવરંજની: વીમા નગર-એસ.એસ
- રામદેવનગર: દ્વારકેશ થલતેજ-સી.એસ.એસ
- હાટકેશ્વર ડેપો: રામ રથ-એસ.એસ
- લાંભા: NIDC-S/S
3 મે, 2025 (શનિવાર)
- ભૈરવનાથથી મીરા સિનેમા રોડઃ દેવી શ્યામ કોમ્પ્લેક્સ-ટીઆર, શ્રીજી ઈન્ફ્રા-પીએમટી, ધોર બજાર
- વાડજ: કાવેરી એપાર્ટમેન્ટ-ટી.આર
- રીલીફ રોડ પથ્થરકુવા: વિશાલ કોમ્પ્લેક્ષ (કોમ)-ટીઆર
- સરદાર પટેલ સ્ટેડિયમ: CAT (સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ)-SS
- જીવરાજ પાર્ક: શૈવલી ટ્વિન્સ (મોનાપાર્ક જીવરાજ પાર્ક)-SS