Ahmedabad Kankaria Lake: કાંકરિયા બાલવાટિકામાં રાઈડ્સના નવા ભાવ જાહેર, જાણો શું છે ટિકિટની કિંમત

અમદાવાદના લોકપ્રિય કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આવેલી બાલવાટિકાનું પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ પુનર્વિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.

Published By:

Updated:

Follow Us:

Ahmedabad Kankaria Lake Ticket Prices: અમદાવાદના લોકપ્રિય કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આવેલી બાલવાટિકાનું પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ પુનર્વિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. હવે આ નવીનીકૃત બાલવાટિકામાં બાળકો અને પરિવારોના મનોરંજન માટે અનેક નવા આકર્ષણો ઉમેરાયા છે અને તેની વિવિધ એક્ટિવિટી માટે નવા ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ બાલવાટિકા મુલાકાતીઓ માટે એક નવો રોમાંચક અનુભવ લઈને આવી છે.

બાલવાટિકામાં મુલાકાતીઓના અનુભવને વધુ આનંદદાયક બનાવવા માટે દરેક એક્ટિવિટી માટે અલગ ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે. જેમાં નાની રાઈડ્સ, સ્મોલ ટ્રેન, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઇંગ થિયેટર અને બાળકો માટે ખાસ તૈયાર કરાયેલી ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે.

મુલાકાતીઓ અહીં લગભગ 22 જેટલી વિવિધ એક્ટિવિટીનો આનંદ માણી શકશે. જેમાં સૌથી મોંઘી રાઈડ સ્નો પાર્ક છે, જેની ટિકિટની કિંમત ₹450 રાખવામાં આવી છે. ત્યારબાદ ફ્લાઇંગ થિયેટરનો અનુભવ ₹200માં કરી શકાશે. અન્ય આકર્ષણો જેવા કે સેલ્ફી ટાવર (ગ્લાસ ટાવર) માટે ₹170, મડ બાઇક માટે ₹150, વેક્સ મ્યુઝિયમ માટે ₹130 અને ઇલ્યુઝન હાઉસ માટે ₹150 ટિકિટની કિંમત નિર્ધારિત કરવામાં આવી છે.

બાલવાટિકામાં પ્રવેશ માટેની ફી ₹50 છે, જેમાં કોઈન હાઉસ, શૂ હાઉસ અને લેન્ડસ્કેપ ગાર્ડન જેવા પાંચ મફત આકર્ષણોની મુલાકાતનો સમાવેશ થાય છે. મોટાભાગની રાઈડ્સ અને એક્ટિવિટીના ભાવ ₹60 થી ₹100 ની વચ્ચે રાખવામાં આવ્યા છે.

સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા. લિ. દ્વારા બાલવાટિકાના પુનર્વિકાસમાં ₹22 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. અગાઉ આ પાર્કની અંદાજિત વાર્ષિક આવક ₹10 લાખ હતી. પરંતુ PPP મોડેલ હેઠળના વિકાસ બાદ, ગોળાકાર બેઝ ભાડું ₹187 પ્રતિ ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યું છે, જેના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને વાર્ષિક ₹19,23,295 નું નિશ્ચિત ભાડું મળશે.

નિશ્ચિત ભાડા ઉપરાંત, AMCને કુલ ટિકિટ વેચાણની આવકના 27% પણ પ્રાપ્ત થશે, જે વાર્ષિક આશરે ₹40 લાખ થવાની ધારણા છે. હવે પુનર્વિકાસિત બાલવાટિકાના મુલાકાતીઓ કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા જ પ્રવેશ કરશે અને આ માર્ગથી થતી પ્રવેશ ફીની 100% આવક પણ AMCને જ જશે.

એક્ટિવિટી મુજબ ટિકિટના ભાવ

IPL ના વિવિધ સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi