Milk Price Hike: સામાન્ય જનતાને મોંઘવારીનો માર, અમૂલ દૂધના ભાવમાં ભડકો! પ્રતિ લીટર ₹2નો વધારો; જુઓ નવા ભાવનું લિસ્ટ

Milk Price Hike in Gujarat: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધના ભાવમાં 1લી મેથી પ્રતિ લીટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે.

Follow Us:

Milk Price Hike in Gujarat: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધના ભાવમાં 1લી મેથી પ્રતિ લીટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમૂલના તમામ દૂધ ઉત્પાદનો પર લાગુ થશે.

સાબરડેરીના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમૂલ ગોલ્ડના 500 મિલીલીટરના પાઉચનો ભાવ હવે ₹33થી વધીને ₹34 થયો છે. જ્યારે અમૂલ શક્તિ હવે ₹30ના બદલે ₹31માં મળશે.

અન્ય દૂધના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 1 લીટર અમૂલ ટી-સ્પેશિયલ પાઉચ હવે ₹63માં ઉપલબ્ધ થશે. અમૂલ તાજા દૂધનો 500 મિલીલીટરનો પાઉચ હવે ₹28માં મળશે. ભેંસના દૂધના ભાવમાં પણ ₹1નો વધારો કરવામાં આવ્યો છે, જે મુજબ 500 મિલીલીટરનું પાઉચ હવે ₹36ને બદલે ₹37માં વેચાશે.

નવા ભાવનું લિસ્ટ:

દૂધનો પ્રકારપેક સાઈઝજૂનો ભાવ (Rs.)નવો ભાવ (Rs.)
અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ500 ml3031
અમૂલ ભેંસનું દૂધ500 ml3639
અમૂલ ગોલ્ડ દૂધ500 ml3334
અમૂલ ગોલ્ડ દૂધ1 litre6567
અમૂલ ડી.ટી. દૂધ (સ્લીમ અને ટીમ)500 ml2425
અમૂલ ટી-સ્પેશિયલ દૂધ500 ml3132
અમૂલ ટી-સ્પેશિયલ દૂધ1 litre6163
અમૂલ તાઝા દૂધ500 ml2728
અમૂલ તાઝા દૂધ1 litre5355
અમૂલ ગાયનું દૂધ500 ml2829

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi