Gujarat Weather Today: આજે અને આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ

Gujarat Weather Forecast: ગુજ્જુ ભૂમિના આ લેખમાં, જાણો આગામી 04 મે સુધી રાજ્યનું હવામાન કેવું રહેશે?

Follow Us:

Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 04 મે સુધી ગરમની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અને આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ 01 મે સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અને આવતીકાલે 29 એપ્રિલના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઉષ્ણ લહેરની ચેતવણી એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.