GSEB 12th Result Date 2025: ગુજરાત બોર્ડ ધોરણ 12 રીઝલ્ટની તારીખ જાહેર, ઓફિશિયલ વેબસાઈટ, વોટ્સએપ અને મેસેજ દ્વારા જાણી શકાશે; અહીં મેળવો સંપૂર્ણ જાણકારી

GSEB HSC Result Date 2025: ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 12નું રીઝલ્ટ ઓનલાઇન કેવી રીતે તપાસવું, કઈ વેબસાઈટ પર ચેક કરવું, વોટ્સએપ અને મેસેજ દ્વારા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું. રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં મેળવો.

Published By:

Updated:

Follow Us:

GSEB HSC Class 12 Result Date 2025 Announced (ધોરણ 12 રીઝલ્ટ તારીખ 2025): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ, 2025 દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો પરિણામની આતુરતાથી જોઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાત બોર્ડ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, ધોરણ 12નું રિઝલ્ટ આવતીકાલે 5 મેના રોજ જાહેર કરવામાં આવશે.

ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 12નું રીઝલ્ટ ઓનલાઇન કેવી રીતે તપાસવું, કઈ વેબસાઈટ પર ચેક કરવું, વોટ્સએપ અને મેસેજ દ્વારા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું. રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં મેળવો.

GSEB HSC 12th Results 2025 Link | રીઝલ્ટ જોવા માટે ઓફિશિયલ વેબસાઈટ

ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમનું GSEB HSC રીઝલ્ટ 2025 ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર લોગિન કરી શકે છે. અહીં, વિદ્યાર્થીઓને તેમના બેઠક નંબરની જરૂર પડશે, તેથી બેઠક નંબર સાથે રાખવો. વિદ્યાર્થીઓને વેબસાઈટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. જો કે, યાદ રાખો કે, તે માત્ર કામચલાઉ (provisional) માર્કશીટ હશે. GSEB ધોરણ 12ની મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.

GSEB ધોરણ 12નું રીઝલ્ટ કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર લિંક પર ક્લિક કરો – www.gseb.org
  • “HSC RESULT 2025” લિંક પસંદ કરો.
  • તમારો બેઠક નંબર દાખલ કરો.
  • “Submit” પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
  • ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને સાચવી રાખો.
  • મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.

GSEB HSC 12th Result 2025 via WhatsApp | વોટ્સએપ મારફતે પણ જાણી શકાશે ધોરણ 12નું રીઝલ્ટ

GSEB ધોરણ 12નું રીઝલ્ટ WhatsApp દ્વારા પણ જાણી શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર 6357300971 નંબર પર બેઠક નંબર મેસેજ કરીને તેમનું રીઝલ્ટ મેળવી શકે છે.

GSEB HSC 12th Result 2025 via SMS | મેસેજ મારફતે પણ જાણી શકાશે ધોરણ 12નું રીઝલ્ટ

જો તમે ઇન્ટરનેટ વિના તમારું GSEB ધોરણ 12નું રીઝલ્ટ મેળવવા માંગો છો, તો SMS દ્વારા સરળતાથી મેળવી શકો છો. આ પગલાં અનુસરો:

  • તમારા મોબાઈલ ફોનમાં મેસેજિંગ એપ્લિકેશન ખોલો.
  • નવો SMS લખો.
  • મેસેજમાં લખો: HSC<સ્પેસ>બેઠક નંબર
  • ઉદાહરણ તરીકે: HSC 1234567 (અહીં “1234567”ને તમારા બેઠક નંબરથી બદલો)
  • આ મેસેજ નંબર 56263 પર મોકલો.
  • GSEB તરફથી તમારું ધોરણ-12નું રીઝલ્ટ મોકલવામાં આવશે.