GSEB SSC Class 10th Result Date 2025 Announced (ધોરણ 10 રીઝલ્ટ તારીખ 2025): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC)ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ, 2025 દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો પરિણામની આતુરતાથી જોઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાત બોર્ડ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, ધોરણ 10નું રિઝલ્ટ આવતીકાલે 8 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.
ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 10નું રીઝલ્ટ ઓનલાઇન કેવી રીતે તપાસવું, કઈ વેબસાઈટ પર ચેક કરવું, વોટ્સએપ અને મેસેજ દ્વારા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું. રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં મેળવો.
GSEB SSC 10th Results 2025 Link | રીઝલ્ટ જોવા માટે ઓફિશિયલ વેબસાઈટ
ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમનું GSEB SSC રીઝલ્ટ 2025 ચેક કરવા માટે સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર લોગિન કરી શકે છે. અહીં, વિદ્યાર્થીઓને તેમના બેઠક નંબરની જરૂર પડશે, તેથી બેઠક નંબર સાથે રાખવો. વિદ્યાર્થીઓને વેબસાઈટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. જો કે, યાદ રાખો કે, તે માત્ર કામચલાઉ (provisional) માર્કશીટ હશે. GSEB ધોરણ 10ની મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.
GSEB ધોરણ 10નું રીઝલ્ટ કેવી રીતે તપાસવું?
- સત્તાવાર લિંક પર ક્લિક કરો – www.gseb.org
- “SSC RESULT 2025” લિંક પસંદ કરો.
- તમારો બેઠક નંબર દાખલ કરો.
- “Submit” પર ક્લિક કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
- ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને સાચવી રાખો.
- મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.
GSEB SSC 10th Result 2025 via WhatsApp | વોટ્સએપ મારફતે પણ જાણી શકાશે ધોરણ 10નું રીઝલ્ટ
GSEB ધોરણ 10નું રીઝલ્ટ WhatsApp દ્વારા પણ જાણી શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર 6357300971 નંબર પર બેઠક નંબર મેસેજ કરીને તેમનું રીઝલ્ટ મેળવી શકે છે.