GSEB HSC Class 12 Result Date 2025 Announced (ધોરણ 12 રીઝલ્ટ તારીખ 2025): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ, 2025 દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષામાં જનરલ સ્ટ્રીમ (કોમર્સ અને આર્ટ્સ)ના 4,23,909 વિદ્યાર્થીઓ જ્યારે સાયન્સ સ્ટ્રીમના 1,11,384 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. હવે, પરીક્ષાનું રીઝલ્ટ જાણવા આતુર વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. ગુજરાત બોર્ડ આવતીકાલે 5 મે, 2025ના રોજ રીઝલ્ટ જાહેર કરશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત માધ્યમનું રીઝલ્ટ તારીખ 05/05/2025ના રોજ સવારના 10:30 વાગ્યે ગુજરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને પોતાનું રીઝલ્ટ જોઈ શકશે.
આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમના બેઠક ક્રમાંક નંબરને મોકલીને પણ રીઝલ્ટ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. (શાળા રજીસ્ટર) શાળાઓમાં મોકલવા અંગેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. રીઝલ્ટ પછી, ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર તથા પુનઃપરીક્ષા માટેની સૂચનાઓ સાથેનો પરિપત્ર પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.