Gujju Bhoomi
ચાટ મસાલો વાનગીઓનો સ્વાદ વધારે છે. ખાસ કરીને ઉનાળામાં છાશ, સલાડ કે રાયતામાં તેનો ઉપયોગ થાય છે.
બજારમાં મળતો ચાટ મસાલો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. અહીં આપેલી રીતથી ઘરે સહેલાઈથી ચાટ મસાલો બનાવી શકો છો.
ફુદીનાના સુકા પાંદડા, લાલ મરચા, કાળી મરી, લવિંગ, આમચુર પાઉડર, સાઇટ્રિક એસિડના ક્રિસ્ટલ, કાળું મીઠું, આખું જીરું, ધાણા અને અજમો (જરૂર પ્રમાણે).
સૌથી પહેલા ફુદીનાના પાંદડા પાણીથી ધોઈ સાફ કરો અને છાંયામાં સારી રીતે સુકવી લો. પાંદડા સૂકાઈ જાય પછી ધીમી આંચે કડાઈમાં હલાવી હલાવી ફ્રાય કરો.
પાંદડા કાળા અને કરકરા થઈ જાય ત્યારે તેમને બહાર કાઢી ઠંડા થવા દો. હવે કડાઈમાં જીરું, ધાણા અને આખા લાલ મરચા નાખી બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.
મસાલા દાઝી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. શેકેલા મસાલા અને ફુદીનાના પાંદડા અલગ-અલગ પ્લેટમાં ઠંડા થવા દો.
ઠંડા થયા પછી મિક્સર જારમાં બધો સામાન – ફુદીનાં પાંદડા, શેકેલા મસાલા, કાળી મરી, લવિંગ, કાળું મીઠું, આમચુર પાઉડર, અજમો અને સાઇટ્રિક એસિડ – બારીક પીસી લો.
મસાલો પાઉડર જેવો સરખો પીસેલો હોવો જોઈએ. તૈયાર મસાલાને હવાચુસ્ત ડબ્બામાં રાખો.
આ ઘરેલું ચાટ મસાલો છાશ, સલાડ કે રાયતામાં ઉમેરીને ટેસ્ટનો આનંદ માણો.
આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.
જો તમને આ લેખમાં આપેલી રેસીપી ગમી હોય તો તેને શેર કરો. આવી વધુ રેસીપી માટે gujjubhoomi.com વાંચતા રહો.