Gujarat Weather: ગુજરાતમાં હવામાન પલટાશે, આગામી 2 દિવસ ધૂળની આંધી; મેના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટે અપડેટ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે.

Follow Us:

Gujarat Weather Update: ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટે અપડેટ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. IMDએ આગામી બે દિવસ રાજ્યમાં ધૂળની આંધી ફૂંકાવાની આગાહી કરી છે, જ્યારે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના મોટા ભાગોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. મે મહિનાના પ્રથમ સપ્તાહ એટલે કે 1લી મેથી હવામાનમાં બદલાવ શરૂ થશે અને આ ફેરફાર 5મી મે સુધી ચાલુ રહી શકે છે.

આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદ તેમજ કચ્છના રાપર વિસ્તારમાં એક કે બે સ્થળોએ ભારે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની શક્યતા છે.

હાલમાં, 24 એપ્રિલ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ કારણે ઘણા શહેરોનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ સમય દરમિયાન, રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi