Gujarat Weather Today: રાજ્યભરમાં ધૂળની ડમરી ઉડવાનું સંકટ! 25 એપ્રિલ સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન?

Gujarat Weather Forecast: ગુજ્જુ ભૂમિના આ લેખમાં, જાણો આગામી 25 એપ્રિલ સુધી રાજ્યનું હવામાન કેવું રહેશે?

Follow Us:

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે અને રાત્રે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે, હવામાન વિભાગે આવતીકાલે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આગામી 25 એપ્રિલ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે, જાણો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળ ઉડતો પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે એટલે કે 20 એપ્રિલના રોજ પણ સમદગ્ર ગુજરાતમાં 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, 21 એપ્રિલ તેમજ 24 અને 25 એપ્રિલના રોજ રાજ્યભરમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. જ્યારે 22 અને 23 એપ્રિલના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન અનુભવાઈ શકે છે.