અંબાલાલ પટેલની આગાહી: 18 એપ્રિલ સુધી તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે, રાજ્યમાં કાળઝાળ ગરમીની ચેતવણી

Ambalal Patel Agahi, Gujarat Weather: ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, આવનારા દિવસોમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘણો વધશે.

Follow Us:

Ambalal Patel Agahi, Gujarat Weather: ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, આવનારા દિવસોમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘણો વધશે. તેમણે આગાહી કરી છે કે 15 એપ્રિલ પછી કાળઝાળ ગરમીનું રાઉન્ડ શરૂ થશે, અને 18 એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર:

  • મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 43-44°C સુધી જઈ શકે છે.
  • ઉત્તર ગુજરાતમાં તાપમાન 43°C સુધી પહોંચી શકે છે.
  • પૂર્વ ગુજરાત, પંચમહાલ, દાહોદ અને લીમખેડાના વિસ્તારોમાં પણ 42-43°C તાપમાન રહેવાની શક્યતા છે.
  • કચ્છ અને ભુજમાં તાપમાન 41-44°C સુધી થઈ શકે છે.
  • રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં પણ તાપમાન 42-43°C સુધી પહોંચી શકે છે.
  • મોરબી, હળવદ, ધાંગધરા, સુરેન્દ્રનગર, અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ગરમી વધુ અનુભવાશે.
  • જામનગર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે, આપણે હવે ગરમીના પિક સિઝનમાં પ્રવેશી રહ્યા છીએ. ખાસ કરીને 15 એપ્રિલ પછી ગરમી ઝડપથી વધી શકે છે. કેટલીક જગ્યાએ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલના અંત સુધી તાપમાનમાં હળવો ફેરફાર થઈ શકે છે, પરંતુ ગરમીનો જોર યથાવત રહેશે.