Gujarat Toll Rates Hike: આજે 1 એપ્રિલ, 2025 થી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-ભરૂચ સેક્શન પર સુધારેલા ટોલ દરો અમલમાં આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના અધિકારીઓએ નાણાકીય વર્ષ 2025-26 માટે આ વાર્ષિક ફી સુધારાને મંજૂરી આપી છે.
વડોદરા-ભરૂચ સ્ટ્રેચ (844.667 કિમી થી 936.141 કિમી સુધી, આશરે 91.474 કિમી) પર મુસાફરી કરતી વખતે, વાહનચાલકોએ હવે ડોડકા, ફાજલપુર, સમિયાલા, સાનપા, અને દહેગામ સહિતના વિવિધ ટોલ પ્લાઝા પર વધુ ટોલ ફી ચૂકવવાની રહેશે. આ સુધારેલા ટોલ દરો હળવા અને ભારે વાહનો બંને માટે લાગુ થશે, અને વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકોને આ વધારો અસર કરશે.
નેશનલ એક્સપ્રેસવે 4 ના વડોદરા-ભરૂચ સેક્શન પર લાગુ થનારા નવા સુધારેલા ટોલ દરના વિગતો નીચે મુજબ છે:




